ગુજરાત(GUJARAT) કોંગ્રેસના(CONGRESS) નવા અધ્યક્ષની(PRESIDENT) શોધમાં દિલ્હીમાં(DELHI) ભારે મનોમંથન ચાલી રહ્યું છે.ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે દિલ્હીમાં દિગ્ગજ નેતાઓ(LEADERS) પહોંચ્યા છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્માની(RAGHU SHARMA) રાહુલ ગાંધી સાથે બેઠક યોજાઇ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા,હાર્દિક પટેલ(HARDIK PATEL) ,શક્તિસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડિયા , અમીબેન યાજ્ઞિક,સહિતના ધારાસભ્ય રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યાં છે.
નવા અધ્યક્ષની રેસમાં હાલ હાર્દિક પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આ હાર્દિક પટેલ ને લઈને ભરતસિંહ સોલંકી ચૂંટણી નારાજગી સામે આવી છે. પરંતુ પક્ષના અનેક નેતાઓ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનું સુકાન ન આપવા બાબતે ભારપૂર્વક રજૂઆત કરી છે.
જો હાર્દિક ને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ થઈ શકે તેવા ભય સાથે ની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે દિલ્હી હાઇકમાન્ડ એ કોઈ નિર્ણય લીધો નથી પક્ષની કમાન કોના હાથમાં સોંપી તે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી.
દિલ્હીની બેઠકમાં હાર્દિક પટેલનાં નામ પર થયેલી ચર્ચા વિશે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ એ નારાજગી દર્શાવી હતી. એક તરફ દિલ્હી ગયેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ ડખે ચડ્યા છે. હાર્દિક પટેલ ને લઈને ભરતસિંહ સોલંકી જૂથ નારાજ થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.