સુરક્ષા દળોને મળી મોટી સફળતા , ધૂસણખોરી કરનાર આંતકીઓ ઠાર

ભારતીય સેનાને (INDIAN ARMY) આજે વધુ એક સફળતા મળી છે. કશ્મીરના રાજૌરીના (KASHMIR RAJOURI) ભિંબર ગલી સેકટરમાં (BHIMBER GALI SECTOR) આતંકીઓ ધૂસણખોરીનો (INFILTRATION) નાપાક પ્રયાસ કર્યો હતો. ભારતીય સરહદ પર તૈનાત જવાનોએ (ARMY) તાબડતોડ કાર્યવાહી કરીને આતંકવાદીને ઠાર (SHOOTING TERRORIST) કર્યો છે.

તેના કબજામાંથી હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૨૫ નવેમ્બર ની મધ્યરાત્રે પાકિસ્તાનની સરહદથી કેટલાક આંતકવાદીઓ રાજૌરીના ભીમ્બર ગલી સકેટરથી એલઓસી પાર કરવાનો નાપાક પ્રયાસ કર્યો હતો.

ત્યારે આંતકીઓ આગળ વધ્યા તો સેનાના જવાનોએ તેમને ચેતવણી આપી અને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. સેનાની આ ચેતવણીને અવગણીને આંતકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરીને ત્યાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી ટનલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પઠાણકોટમાં આર્મી કેમ્પ બહાર ગ્રેનેડ હુમલા બાદ કઠુઆ જિલ્લામાં ભારત પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સરહદે પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.