સલમાન ખાન સહિત બે અભિનેતાની સુરક્ષામાં કરાયો વધારો, હત્યાની ધમકી મળતી હતી

  1. એક અહેવાલ અનુસાર મહારાષ્ટ સરકાર દ્વારા સલમાન ખાનને વાય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. અભિનેતાને રેપર સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકીઓ મળી રહી હતી. આ ધમકીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટÙ સરકાર દ્વારા સલમાન ખાનની સુરક્ષાને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ અભિનેતા અક્ષય કુમાર અને અનુપમ ખેરને પણ સિક્યોરિટી આપવામાં આવી છે. આ વર્ષ જૂનમાં સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકી ભર્યા પત્રો મોકલવામાં આવ્યા હતાં. જેને સલીમ ખાનના સિક્યોરિટી ગાર્ડે જાયા હતાં. પત્રમાં સિંગર સિદ્ધુ મૂસેવાલાના સંદર્ભમાં સલમાન અને સલીમ ખાનને ધમકી આપવામાં આવી હતી કે, તેમની હાલત ‘મૂસેવાલા’ જેવી હાલત કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રેપર મૂસેવાલાની આ વર્ષે પંજાબમાં હત્યા કરવામાં આવી હતી. જેના પગલે મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગના અને ગેંગસ્ટરની ધરપકડ કરી હતી. જેમાંથી ઘણાએ સ્વીકાર્યુ હતું કે, તેઓએ સલમાન ખાનને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. સલમાન ખાનને અત્યાર સુધી મુંબઈ પોલીસ તરફથી રેગ્યુલર પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હતું. જા કે, મિડ-ડેના અહેવાલ મુજબ, અભિનેતાને હવે વાય સુરક્ષા કવચ આપવામાં આવશે. તેનો અર્થ છે કે, દરેક સમયે તેની સાથે હથિયારધારી સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. આ સાથે જ અક્ષય કુમાર અને અનુપમ ખેરને પણ હાલ ટ સુરક્ષા કવચ આપવામાં આવ્યુ છે. જેનો અર્થ છે કે, ત્રણ સુરક્ષાકર્મીઓ શિફ્ટ પ્રમાણે તેમની સુરક્ષાની ખાતરી કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, જે કોઈપણ સુરક્ષાનો ખર્ચ થશે તે સેલેબ્સને ચુકવવાનો રહેશે. મુંબઈ, પંજાબ અને દિલ્હીની પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા કેટલાક મહિનાથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે મુંબઈમાં સલમાન ખાનની હત્યા કરવાની યોજના બનાવી હતી. મળતા અહેવાલો મુજબ ગેંગસ્ટરોએ બે વાર સલમાન ખાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો, એક વખત ૨૦૧૭માં તેના જન્મદિવસની ઉજવણી દરમિયાન તેના બાંદ્રાના ઘરની બહાર અને બીજી વખત ૨૦૧૮માં તેના પનવેલ ફાર્મહાઉસમાં. અહેવાલમાં જણાવાયું છે કે અનુપમને તેની ફિલ્મ ધ કાશ્મીરની રિલીઝ પછી ધમકીઓ મળ્યા બાદ અપગ્રેડ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. જ્યારે અક્ષય કુમારને તેની રાષ્ટÙીયતા પર સોશિયલ મીડિયા પર અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.