એટલાન્ટિક મહાસાગરમાં અઝોરેસ ટાપુઓ નજીક બુધવારે બપોરે પનામા ફ્લેગ કાર્ગો શિપ ફેસિલિટી એસમાં આગ ફાટી નીકળી હતી.અને જર્મનીથી અમેરિકા જતા આ જહાજમાં હજારો લક્ઝરી વાહનો હાજર છે. પોર્ટુગીઝ નેવી અને એરફોર્સની મદદથી 22 ક્રૂ મેમ્બર્સને બહાર કાઢવામાં આવ્યા છે. બધા સુરક્ષિત છે.
નેવીનું કહેવું છે કે જહાજ પર નજર રાખવામાં આવી રહી છે.અને આગ હજુ પણ ચાલુ છે. જહાજને નજીકના બંદર પર લઈ જવાની યોજના છે. પોર્ટુગલના અઝોરેસ ટાપુનો એક બંદર નજીકમાં છે, પરંતુ ત્યાં જહાજ લઈ જવાનું શક્ય નથી, કારણ કે જહાજ ત્રણ ફૂટબોલ મેદાન જેટલું મોટું છે.
ફોક્સવેગનના યુએસ ઓપરેશન્સના એક ઈમેઈલ બહાર આવ્યું છે કે બોર્ડમાં 3,965 ફોક્સવેગન એજી વાહનો છે.અને આ સિવાય તેમાં પોર્શે, ઓડી અને લેમ્બોર્ગિની પણ સામેલ છે.
જહાજમાં હજાર 100 થી વધુ GTI, Golf R અને ID.4 મોડેલ વાહનોને ટેક્સાસના હ્યુસ્ટન પોર્ટ પર મોકલવામાં આવી રહ્યા છે અને આગના કારણે નોંધપાત્ર નુકસાન થવાની આશંકા છે. રોગચાળાને કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગ પહેલેથી જ ખોટમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં આગના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.