બમ બમ ભોલેના નાદ સાથે જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો થયો પ્રારંભ..

બમ બમ‌ ભોલે… હર હર મહાદેવ હરના નાદ થી આજે સવારે ભવનાથ મંદિર ખાતે ધજાનું પૂજન તથા મહાદેવની પૂજા સાથે વિધિવત ભવનાથ મહાદેવ ને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.અને આ સાથે મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો હતો.

મહાશિવરાત્રીની ઉજવણી 25 ફેબ્રુઆરીથી લઇને 1લી માર્ચ સુધી ચાલશે. જેમાં લાખ્ખોની સંખ્યામાં મહાદેવ ભક્તો જોડાશે. ઉલ્લેખનીય છે કે, 2 વર્ષે પછી આ વખતે શિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે. લાખો લોકોની આસ્થા સમાં શિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે.અને ત્યારે મેળામાં ભાવિકોને કોઇ અડચણ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિવિધ 13 જેટલી સમિતિની રચનાઓ કરવામાં આવી છે.

તેમજ આજથી તળેટી વિસ્તારમાં 100થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા થશે.આ સાથે જ અન્નક્ષેત્રો, ઉતારા મંડળો ધમધમતા થશે. ચારો તરફ શિવના નારા પણ ગુંજવા લાગશે. સાથે રાત્રિના ભજન, ભક્તિની પણ સરવાણી વહેશે. આ વર્ષે અગાઉના વર્ષો કરતા વધુ ભાવિકો ઉમટી પડશે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. અને ત્યારે આવનાર ભાવિકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.