અમદાવાદના વિરાટ નગરમાં 4 લોકોની હત્યા મામલે ચોકાવનારા ખુલાસા સામે આવ્યા.

અમદાવાદના વિરાટ નગરમાં 4 લોકોની હત્યા મામલે ચોકાવનારા ખુલાસા થયા છે. જેમાં બંધ મકાનમાંથી પોલીસને 4 મૃતદેહ મળ્યા હતા.અને તેમાં મરાઠી પરિવારના મોભી વિનોદની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તથા બંધ મકાનમાંથી સાસુ અને પત્નીના મૃતદેહ મળ્યા હતા. જેમાં ઘર માટે હત્યા કરી હોવાની શક્યતા છે. તથા સસરાનું મકાન લેવા માટે સાસુ પર હુમલો કર્યો હતો.

પત્ની સોનલ અને સાસુ સુભદ્રાબેનની હત્યા સાથે દિકરી પ્રગતિ અને પુત્ર ગણેશની હત્યા કરવામાં આવી છે. જેમાં પરિવાર નિકોલમાંથી 15 દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા. તથા વિનોદને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને જેમાં છ દિવસ પહેલા પણ સાસુને છરી મારી હતી.અને તેમાં સાસુ સુભદ્રા બેનને વિનોદે ચપ્પુ મારતા સારવાર લઈ સાસુ ઘરે પરત ફર્યા હતા.

વિરાટનગર વિસ્તારમાં આવેલ દિવ્યપ્રભા સોસાયટીમાં મકાન નંબર 30માંથી 4 લોકોની હત્યા કરેલી લાશ મળી આવી છે. જેમાં વૃદ્ધા, પરિણીતા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. પરિણીતાના પતિ ચાર દિવસથી ફરાર હોવાનું સામે આવ્યું છે. 15 દિવસ પહેલા જ પરિવાર નિકોલથી દિવ્યપ્રભા સોસાયટીમાં રહેવા માટે આવ્યો હતો. મૃતક પરિણીતાની માતા ત્રણ દિવસથી ફોન કરતા હતા પરંતુ પરિવારના એક પણ સભ્ય ફોન ઉપાડતા ન હતા. જેના પગલે મૃતકની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.અને જેથી પોલીસે દિવ્યપ્રભા સોસાયટીમાં તપાસ કરતા મકાનના દરવાજે તાળું મારેલું હતું. પરંતુ, મકાનમાંથી દુર્ગંધ આવતી હતી.

પોલીસે ઘરનું તાળુ તોડીને મકાનમાં તપાસ કરતા અલગ અલગ ત્રણ રૂમ તેમજ બાથરૂમમાંથી બે મહિલાઓ અને 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા. તમામ ચારેય લાશો કોહવાયેલી હાલતમાં હતી. જેના પગલે પોલીસે ડોગ સ્કોવડ અને એફએસએલની મદદથી તપાસ હાથધરી છે. બીજી તરફ, ચાર હત્યા થતા ઝોન 5ના તમામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અને મહત્વનું છે કે, વિનોદે થોડા દિવસ પહેલા તેની સાસુ અંબાબેન પર હુમલો કર્યો હતો. પરંતુ ત્યારે તેઓએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.