જામનગરનાં પૂરમાં ધંધામાં નુકસાન થતાં દુકાનદારે મોતને વહાલું કર્યું…

જામનગરમાં થોડા દિવસો પહેલાં આવેલાં પૂરે ભારે તારાજી સર્જી હતી. લોકોનાં ધર, દુકાન, ખેતરમાં વિનાશ સર્જ્યો હતો. ત્યારે એક કરિયાણાની દુકાનનો માલસામાન પલળી ગયાની ચિંતામાં અને મોટું નુકસાન થતાં એક મુસ્લિમ વેપારી યુવાને ગળેફાસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.

આપધાત કરનાર ગુલામ કાદરી ૨૦૧૧ની વષઁથી માનસિક બીમારીથી પીડાતો હતો. તેની દવા પણ ચાલુ હતી. તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. પરંતુ જામનગરનાં પૂરે તેની માનસિક સ્થિતિ પર મોટી અસર કરી હતી.તેને જામનગરમાં એક કરિયાણાની દુકાન ચાલે છે. માલ પલળી જતાં ચિંતામાં હતા. હવે શું થશે તે ચિંતામાં તેણે ગળે ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું.

આ વિશે તેના ભાઈ શબ્બીર કાદરીએ જણાવ્યું કે, આથિઁક નુકસાનની ચિંતામાં મારા ભાઈએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.