ઘર જમાઈએ જ જાહેરમાં કુહાડીનો હાથો મારી કાકા સસરાની હત્યા કરી દીધી જાણો વિગતવાર…

કામરેજના પરબ ગામમાં જમવાનું બનાવ્યું ન હોવાથી કાકા સસરાએ ઉંચા અવાજે ઝઘડો કરતાં ઘર જમાઈએ જાહેરમાં કુહાડીનો હાથો માથામાં તેમજ છાતીના ભાગે મારી પતાવી દીધા હતા પોલીસે હત્યારા જમાઈની ધરપકડ કરી હતી. કામરેજના પરબ ગામે વડ ફળીયામાં ઉકકર મગનભાઈ રાઠોડ, પત્ની ભીખીબેન, પુત્રી ભાનુબેન રહે છે. તેમની સાથે ઉક્કરભાઈના નાનાભાઈ પ્રકાશ મગનભાઈ રાઠોડ (ઉ.વ.52) પણ રહે છે. અને છેલ્લા બે વર્ષથી જમાઈ તરીકે સંજય ભુલાભાઈ રાઠોડ (મુળ રહે. દિગસ વચલું ફળીયું) પણ રહેતો હતો અને શનિવારે રાત્રિના 8 વાગ્યે ભાનુબેન રસોઈ બનાવતી હતી. પ્રકાશ ઘરે આવીને જમવાનું માંગતા રસોઈ બની ન હોવાથી ઉચા અવાજે ઘરમાં બોલવા લાગ્યા હતાં.

જે બાબતે જમાઈએ કાકા સસરાને આવું ન બોલવા જણાવ્યું હતું છતાં પણ પ્રકાશે ઉચા અવાજે બોલવાનું ચાલુ જ રાખ્યું હતું.અને જેને લઈને જમાઈ સંજય અને કાકા સસરા બન્ને ઘરેમાંથી ઝઘડતા શીતળા મંદિર પાસે રોડ પર આવી ગયા હતાં.અને જમાઈએ કુહાડીનો હાથો કાકા સસરા પ્રકાશના માથા તેમજ છાતીના ભાગે મારી દેતા તુંરત જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરતા સંજયની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.