રાજકીય કાર્યક્રમમાં ક્યારેક સ્ટેજ તૂટ્યો હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના હળવદમાં સામે આવી છે. અને હળવદમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં સ્ટેજ તૂટી પડયું હતું.જેથી આ ઘટનાને લઇ થોડીવાર માટે કાર્યક્રમમાં અફરાતફરી મચી જવા પામી હતી અને આ ઘટનામાં સદનશીબે કોઇ પણ વ્યક્તિને ઈજા થવા પામી નથી.
મળતા રિપોર્ટ અનુસાર હળવદના શક્તિનગરમાં આવેલા નકળંગ ગુરુધામમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ તથા નકલંક ગુરુ ધામ મંદિર પર નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો રાજ્યકક્ષાના મંત્રીઓ અને ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જ્યારે સી.આર.પાટીલ સ્ટેજ પર હતા ત્યારે સ્ટેજ નો કેટલોક ભાગ ધડામ દઈને નીચે બેસી ગયો હતો. એકાએક જ સ્ટેજ તૂટી પડયો હોવાના કારણે કાર્યક્રમમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થવા પામી નથી.
ભાજપના કાર્યક્રમમાં પીપળી ધામના મહંત વાસુદેવ બાપુ, કેન્દ્રીયમંત્રી મહેન્દ્ર મુંજપરા રાજ્યકક્ષાના કેબિનેટમંત્રી કિરીટ રાણા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા તેમજ ધારાસભ્ય પરસોતમ સાબરીયા, સાંસદ મોહન કુંડારિયા અને મોરબી જિલ્લાના ભાજપ પ્રદેશ પ્રમુખ દુર્લભ દેથરિયા અને ભાજપના મહામંત્રી રણછોડ દલવાડી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.