દિલ્હી કેપિટલ્સનાં સ્ટાર ખેલાડીએ તોડ્યો નિયમ જાણો આટલો મોટો દંડ ફટકારાયો…

દિલ્હી કેપિટલ્સને IPL 2022માં પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલ મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સએ દિલ્હીને છ રનથી માત આપી છે.અને રિષભ પંતની આગેવાનીવાળી ટીમ દિલ્હી 9 મુકાબલામાંથી છઠ્ઠા ક્રમ પર છે.

મેચમાં હાર બાદ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે. ટીમના બેટ્સમેન પૃથ્વી શોને નિયમોના ઉલ્લંઘન માટે ફટકાર લગાવવામાં આવી છે.અને સાથે જ તેમના પર મેચ ફીસનો 25 ટકા દંડ પણ લગાવાયો છે. આઈપીએલ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરી આ વાતની પુષ્ટિ આપવામાં આવી છે. પૃથ્વી લખનૌ સામે માત્ર પાંચ રન બનાવીને દુશ્મન્તા ચમીરાનો શિકાર બન્યા હતા.

પૃથ્વી શોએ આઈપીએલનાં નિયમોમાં અનુચ્છેદ 2.2 હેઠળ લેવલ 1નો અપરાધ કર્યો છે. લેવલ 1નાં ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય છેલ્લો હોય છે. અને કોઈપણ ખેલાડીએ સામેની ટીમના ખેલાડીને કે અમ્પાયરને ઈશારો કરવો આ નિયમનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

ટોસ જીતીને બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સએ 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 195 રન બનાવ્યા હતા.અને લખનૌ માટે કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધારે 77 અને દિપક હુડ્ડાએ 52 રન બનાવ્યા હતા.

જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ પર 189 રન જ બનાવી શકી. કેપ્ટન રિષભ પંતે સૌથી વધારે 44 અને અક્ષર પટેલે 42 રન બનાવ્યા હતા.અને લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી મોહસિન ખાને સૌથી વધારે ચાર વિકેટ લીધી. જ્યારે રવિ બિશ્નોઈ, દુશ્મન્તા ચમીરા અને કૃષ્ણપ્પા ગૌતમે એક એક વિકેટ લીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.