એક તરફ લોકોને કોરોના ની રસી માટે ધકકા ખાવા પડી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોના રસી નો બગાડ થયું હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે જુલાઇ માસમાં ૮ લાખ નો બગાડ થયો છે.
કોવિશીલ્ડ રસીના ૫,૧૩,૭૬૧ ડોઝ નો બગાડ થયો છે. ત્યારે કોવેક્સિન રસીના ૩,૧૯,૫૪,૫૯૦ બગડયા છે.
આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્રોતરી કાળ દરમિયાન પૂંજા વંશના સવાલ પર સરકારે જવાબ આપ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૧થી જુલાઈ ૨૦૨૧ દરમિયાન કેન્દ્ર સરકારે ૩.૧૯ કરોડ ડોઝ રાજયને આપ્યા છે.
જેમાં રાજય સરકારે જુલાઈ મહિના સુધીમાં ૩.૩૨ કરોડ નાગરિકોને રસી આપી છે.રસીનાં ડોઝ બગડયાં હોવાનું સરકારે કોંગ્રી ધારાસભ્ય પૂંજાભાઈ વંશનાં સવાલ પર લેખિત જવાબ આપ્યો હતો.
https://www.youtube.com/watch?v=GF9yq7h-x6g&t=2s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.