સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન ચાલશે કોરોનાના ડરથી હાઇકોર્ટમાં ફિઝીકલ સુનાવણી કરવામાં આવશે..

કોરોનાની રોકેટ ગતિથી ગુજરાત માં વધી રહેલા કોરોનાને જોતા વિવિધ અંકુશો મૂકાઈ રહ્યાં છે અને આવામાં ગુજરાત હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે કોરોનાના કેસ વધતા ચીફ જસ્ટિસનો નિર્ણય સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન રહેશે. સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ થશે અને હવે વર્ચ્યઅલ સુનાવણી થશે. રાજ્યમાં વધતા કોરોના કેસો ને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે અને કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે તેમજ વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે. ગુજરાત હાઈકોર્ટમાં વકીલોએ પણ અરજીની કોપી બહાર ટેબલ જ મુકવાની રહેશે. બે દિવસ સમગ્ર હાઇકોર્ટ પરિસરને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામા આવશે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશને આ સમગ્ર મુદ્દે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.