રાજ્યમાં બે દિવસ પછી સામાન્ય ઠંડી પડશે! ગુજરાતનું વાતાવરણ બદલાયું..

ગુજરાત રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. હેમંત ઋતુમાં કારતક આખો અને માગસર માસના કૃષ્ણપક્ષની એકાદશી વિતવા સાથે ૨૬ દિવસ પસાર થઈ ગયા તો ઈસ્વી સન મૂજબ ડિસેમ્બર પોણો વિતવા આવ્યો છતાં ગુજરાતના ઠંડીની તંગી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી ડીપ્રેસનની સીસ્ટમે પવનની દિશા અને દશા બદલી નાંખી હતી પરંતુ, હવે આ સીસ્ટમ પસાર થઈ જવા છતાં પણ સૌરાષ્ટ્ર,કચ્છ સહિત ગુજરાતમાં આ સમયે હોય તે સામાન્ય કરતા ૩ાૃથી ૫ સે.સુધી વધુ તાપમાન નોંધાયું છે. આવું ભાગ્યે જ બનતું હોય છે અને ગત વર્ષે પણ નોર્મલથી વધુ તાપમાન રહ્યું હતું જે ક્લાઈમેટ બદલાઈ રહ્યાના અણસાર આપે છે.

કડકડતી ઠંડી ન પડે તો પણ રાજકોટ,અમદાવાદ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, ભૂજ, સહિત શહેરોમાં હાલ ૧૩-૧૪ સે.આસપાસ તાપમાન રહેતું હોય છે અને તેના બદલે આજે આ શહેરોમાં ૧૭થી ૨૦ સે.તાપમાને સવારે પણ ગરમ વસ્ત્રો ઠંડીને શોધી શોધીને થાકી ગયા છે અને આજે મહત્તમ તાપમાન તો રાજ્યભરમાં ૩૩થી ૩૪ સે.એ પહોંચી જતા માર્ચ જેવી ગરમીનો અહેસાસ થયો હતો. એક તરફ હિમાલય ઉપરથી આવતા ઉત્તર-પશ્ચિમના સુકા પવનોને પગલે હાલ હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસૃથાનમાં કોલ્ડવેવની સ્થિતિ છે અને કોલ્ડવેવની આગાહી કરાઈ છે ત્યારે ઉત્તર-પૂર્વ તરફથી ગુજરાતમાં ફૂંકાઈ રહેલા પવનો રાજ્યનું તાપમાન નીચે ઉતારતું નથી.
જો કે, મૌસમ વિભાગે બે દિવસ પછી તાપમાન ૩ સે. સુાૃધી ઘટવાની એટલે કે શિયાળામાં હોય એવી સામાન્ય ઠંડી અનુભવાય તેવી આગાહી કરી છે પરંતુ, કોલ્ડવેવ હજુ પણ દુર્લભ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.