નબળા વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારોની શરૂઆત નીચા મથાળે થઇ છે. સવારે 09:17 નિફ્ટી 299.20 પોઈન્ટ્સ એટલે કે 1.71 ટકા ઘટીને 17176.50ની સપાટી પર જોવા મળ્યો છે.અનેબબીજી તરફ સેન્સેક્સ 1129.62 પોઈન્ટ એટલે કે 1.94 ટકા ઘટીને 57209.31ની સપાટી પર જોવા મળી રહ્યો છે.
આ સમયગાળામાં ઇન્ફોસીસ અને એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામો જાહેર થાય હતા. તે નબળા હતા. આજે તેની અસર ખૂલતા બજારે જોવા મળી. ઇન્ફોસીસનો શેર 6 ટકા તૂટ્યો હતો.અને તેની અસર આઇટી ઇન્ડેક્સ પર પણ જોવા મળી હતી. તદઉપરાંત બેન્ક નિફ્ટી પર પણ અસર જોવા મળી. તેમજ વૈશ્વિક બજારોમાંથી પણ નબળા સંકેત મળ્યા તેની બજાર પર અસર જોવા મળી.
પ્રી-ઓપનિંગ સેશનમાં માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી.અને સવારે 09:02 વાગ્યે નિફ્ટી 325.40 પોઈન્ટ્સ અથવા 1.86 ટકા ઘટીને 17150.30 ના સ્તરે જોવા મળે છે. તો સેન્સેક્સ 984.45 પોઈન્ટ અથવા 1.69 ટકા ઘટીને 57354.48 ના સ્તરે જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.