ફેસબૂક પર મિત્રતાથી શરૂ થઇ છેક લગ્ન સુધી પહોંચી ગઈ 2 પરિણીતાની કહાની

એક મહિલાની ફેસબૂકના માધ્યમથી બીજી મહિલા સાથે મિત્રતા થઇ હતી, ત્યાર બાદ બંનેના વચ્ચે નજીકતા વધી અને બંનેએ લગ્ન કર્યા. આ વાત છે હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશની બે મહિલાઓની છે અને હવે તે મહિલાઓએ ભોપાલમાં લગ્ન કરી લીધા છે. જો કે, બંને મહિલાઓ પહેલાથી જ પરિણીત હતી અને બંનેને બાળકો પણ છે.

વાસ્તવમાં, મૂળ નેપાલી મહિલા શિમલામાં રહે છે. નેપાલી સંગઠનના પાસે આ કેસ પહોંચ્યો ત્યારે તેમણે ભોપાલ પોલીસ પાસેથી મદદ માગી અને ભોપાલ પોલીસે બંનેની કાઉન્સીલિંગ કરીને કેસને ઉકેલ્યું.

આ પ્રેમ કહાની શિમલાથી શરૂ થઇ હતી, શિમલાની મહિલાની ફેસબુકના માધ્યમથી ભોપાલમાં રહેતી એક મહિલા સાથે મિત્રતા થઇ હતી. આ મિત્રતા એટલી આગળ વધી કે બંનેએ એક સાથે રહેવાનો નિર્ણય પણ કર્યો, ત્યાર બાદ શિમલાની મહિલા ભોપાલમાં રહેતી મહિલાને મળવા ભોપાલ આવી હતી, ત્યાર બાદથી જ આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો..અને કહેવામાં આવી રહ્યું છે કે બંને મહિલાઓએ ગાઝિયાબાદમાં લગ્ન કર્યા હતા.

કાઉન્સીલિંગના સમયે આ વાત સામે આવી હતી કે, બંને મહિલાઓ કોઇ પણ દબાણ વગર પોતાની ઈચ્છાથી એકસાથે રહેતી હતી. બંનેને સાથે રહેતા દોઢ મહિનો થઇ ગયો હતો, મહિલા અપરાધ DCP વિનીત કપૂરે કહ્યું કે, બંને મહિલાઓ બાલિક છે અને તેમના પર કોઇપણ દબાણ નથી, તેમની મિત્રતા ફેસબ્રૂકના માધ્યમથી થઇ હતી. તેમને પોતે એકસાથે રહેવાનો નિર્ણય લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.