અરે બાપ રે..ગિરનારનાં વિકાસની વાતો માત્ર હવામાં જ છે.

ગિરનાર પર પડેલા અતિભારે વરસાદ ને પગલે ગિરનાર પર જવાની સીડીઓ પર અને જગ્યાએ મોટી મોટી ભેખડો ધસી આવતાં અનેક સ્થળોએ નુકસાન થવા પામ્યું છે. જેના પરિણામે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગિરનારના વિકાસ થતો હોવાની વાતો માત્ર હવામાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

ગિરનાર ના વિકાસ માટે તાજેતરમાં રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૭૮ કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જેમાં ગિરનારની તળેટી થી લઈ ગુરુ દતાત્રેય સુધીના તમામ પગથીયાઓ ને ત્રણ મીટર પહોળા કરવામાં આવશે. નીચેથી ઉપર સુધી દર ૧૫૦૦ પગથિયે યાત્રિકો માટે ટોયલેટ બ્લોક, પીવાના પાણીની સુવિધા, બેસવા માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ત્યારે હાલ તો વરસાદ થી નુકસાન પામેલા ગિરનાર ની સીડીઓ અને તેના રસ્તાઓને દુરસ્ત કરવામાં આવે તો અહીં આવતા અસંખ્ય દર્દીઓ માટે લાભદાયી સાબિત થાય તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.