ઉદયપુર હત્યાના તાર પાકિસ્તાની સંગઠન દાવત એ ઇસ્લામી સુધી લંબાયા..

રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાના આરોપી મોહમ્મદ રિયાઝ અટારી અને ગૌસ મોહમ્મદ વિશે મોટા ખુલાસાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બંને હત્યારાઓના સંબંધ ‘દાવત-એ-ઈસ્લામી’ સંગઠન સાથે સંબંધિત હોવાનું કહેવાય છે અને આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે દાવત-એ-ઇસ્લામીની રચના ક્યારે અને શા માટે થઈ?

દાવત-એ-ઇસ્લામી એક સુન્ની મુસ્લિમ સંગઠન છે. આ સંસ્થાનું કામ પયગંબર મોહમ્મદના સંદેશાઓનો પ્રચાર અને પ્રસાર કરવાનું છે અને તેના આધારે તેની રચના પણ કરવામાં આવી છે. ઉદયપુરની ઘટના પયગંબર સાહેબના અપમાન સાથે સંબંધિત છે. કારણ કે બંને હત્યારાઓએ વીડિયો જાહેર કરીને કહ્યું કે આ ઈસ્લામ અને પયગંબરનું અપમાન કરવાનો બદલો છે.

‘દાવત-એ-ઈસ્લામી’ની રચના અને સંચાલન પાકિસ્તાનમાંથી થાય છે અને તેનું નેટવર્ક વિશ્વના 194 દેશોમાં ફેલાયેલું છે જેમાં 1981માં ‘દાવત-એ-ઇસ્લામી’ની રચના મૌલાના ઇલ્યાસ અત્તારી દ્વારા પાકિસ્તાનના કરાચીમાં કરવામાં આવી હતી અને ઇલ્યાસ અટારીના કારણે દાવત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા લોકો તેમના નામ સાથે અટારી લગાવે છે. ઉદયપુરની ઘટનાનો આરોપી મોહમ્મદ રિયાઝ પણ પોતાના નામ સાથે અટારી લગાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.