ગુજરાત સતત નવા શોધ અને ખોળને લીધે અનોખી રીતે આગળ આવી રહ્યું છે. સુરતનાં રિસચઁરે માત્ર એક ઈંચની અને હમણાં સુધી ભારત દેશની સૌથી નાની એવી ગરોળીનિ નવી પ્રજાતિ શોધી છે.
ગોવા યુનિવર્સિટીમાં જ સંશોધનકાયઁ વેળાએ સુરત નાં જ રિસચઁર એવા દિકાંશ પરમારે અંગૂડાનાં નખ જેટલાં કદની ગરોળી શોધી કાઢી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નાં બાયોસાયન્સ વિભાગમાં ઝુઓલોજી બ્રાન્ચમાં અભ્યાસ પૂરો કરનારા દિકાંશ પરમાર હાલ ગોવા યુનિવર્સિટીનાં ઝુઓલોજી વિભાગમાં પ્રોજેક્ટ એસોસિયેટ -૦૧ તરીકે કાયઁરત છે.
તેમને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ કલાઈમેન્ટ ચેન્જ દ્નારા ફંડ અપાયેલું હોય એવા પ્રોજેકટ ‘હિઁપતોફોનાં ઓફ ગોવા, મહારાષ્ટ્ર એન્ડ કણાઁટક ‘ પર કામગીરી સાથે ગરોળીની નવી પ્રજાતિ શોધી કાઢી છે.
https://www.youtube.com/watch?v=q7oM5fqpVRo&t=9s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.