CMના પર્સનલ આસિસ્ટન્ટની અચાનક કરવામાં આવી હકાલપટ્ટી,ટ્વિન્સ બાળકોની બર્થડે ભારે પડી એવી ચર્ચાએ જોર પકડ્યું….

મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ – PA ધ્રુમિલ પટેલને ગુરૂવારે રાતે અચાનક હટાવી દેવાયા હતા. નવી સરકારની રચનાના બાદ મુખ્યમંત્રી સાથે રહેલા ભાજપના ધ્રુમિલ પટેલ સામે મોટાપાયે ફરિયાદો ઉઠતા દિલ્હીથી તેમને હટાવી દેવાનો આદેશ થયાની ચર્ચા સચિવાલયમાં ઉઠી છે અને હવે ભાજપમાંથી નવા કોણ PA નિયુક્ત થાય છે તેના ઉપર સૌની નજર છે.

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર રહેલા ધ્રુમિલ પટેલને ચૂંટણી પહેલા હટાવી દેવા પાછળનું સાચુ કારણ તો બહાર આવ્યુ નથી પરંતુ મુખ્યમંત્રીના પર્સનલ આસિસ્ટન્ટના વર્તન મુદ્દે ફરિયાદો કર્યાની ચર્ચા છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતો અને પ્રવાસો નક્કી કરવા સહિતની કામગીરી આ ઓફિસર બજાવતા હતા. તેમની સામે ગંભીર પ્રકારની ફરિયાદો ઉઠતા ભૂપેન્દ્ર પટેલે જ પોતાના જ મતક્ષેત્રમાં રહેતા પર્સનલ આસિસ્ટન્ટને ગુરૂવારે રાતે જ કાલથી તમે મારી સાથે નથી અને મુખ્યમંત્રી કાર્યલાય જવાનું નથી એમ કહ્યાનું જાણવા મળ્યુ છે.

અચાનક આ પ્રકારના ફેરફાર પાછળ ધ્રુમિલ પટેલના ટ્વિન્સ બાળકોની બર્થ- ર્ડે પાર્ટી પણ જવાબદાર હોવાનું કહેવાય છે. જન્મ દિવસ એટલી ધામધૂમથી ઉજવાયો હતો કે તેમાં અનેક આઈએએસ અને સ્ટેટ કેડરના અધિકારીઓને પરિવાર સાથે બોલાવાયા હતા અને મુખ્યમંત્રી પણ તેમા મોડી રાત સુધી રોકાયા હતા. જેની હાઈકમાન્ડે ગંભીરતાથી નોંધ લેતા હકાલપટ્ટી થયાની ચર્ચા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.