કોરોના રસી ફરજીયાત ને લઈને સુપ્રીમ કોર્ટે કહયું,સાવઁજનિક સ્વાસ્થ્યની તુલનામાં…..

સુપ્રીમ કોર્ટેમાં આજે વેકિસનના બંને ડોઝ લેવા ફરજિયાતપણાની અરજી સામે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું ,સાર્વજનિક સ્વાસ્થ્ય ની તુલના માં જીવન અધિકારને અગ્રીમતા મળે છે કે નહીં તે આપણે જોવું પડશે. આ મામલૈ હવે આગામી સુનાવણી ૦૪ સપ્તાહ બાદ થશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં આવી છે, કે ક્લિનિકલ ટ્રાયલ ના પરિણામોની સાથે જ વેક્સિનેશન બાદ જે ટ્રાયલ કરવામાં આવે છે. તેના પરિણામ પણ જાહેર થવા જોઈએ આ અરજીના પીડીયાટ્રીક ડોક્ટર પુલિયાલ તરફથી કરવામાં આવી છે. અરજીકતૉ ડોક્ટર કેન્દ્ર સરકારને સલાહ આપવા જે ટીમ બનાવી હતી તેના સભ્ય રહયાં છે.

https://www.youtube.com/watch?v=fWo9ErQx2b0

સુનાવણી દરમિયાન કોર્ટે અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે, અમે તમારી અરજી પર વિચારણા કરી રહ્યા છીએ પણ રસીકરણને લઈ લોકોના મનમાં ભ્રમ પેદા નથી કરવા માંગતા. કારણકે રસીકરણને લઈ પહેલાથી જ સમસ્યા પેદા થઈ રહી છે. કોર્ટે ટિપ્પણી કરતાં પૂછ્યું કે દેશમાં પહેલા જ 50 કરોડથી વધારે લોકો વેક્સિન લઈ ચુક્યા છે તમારી અરજી લોકોના મનમાં શંકા પેદા નહીં કરે. વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું, લોકોને ટ્રાયલની સમગ્ર જાણકારી આપ્યા વગર જ આટલા મોટા પાયે રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આ રહ્યો હોય તેવું વિશ્વમાં પ્રથમવખત બની રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.