પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂકના મામલામાં સુપ્રીમકોર્ટ બુધવારે ચુકાદો આપશે. સુપ્રીમકોર્ટે 10 જાન્યુઆરીએ આ બનાવમાં ચુકાદો અનામત રાખ્યો હતો અને સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે પીએમની સુરક્ષામાં ચૂકની હાઈ લેવલ તપાસ થશે. અને સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે પીએમની સુરક્ષામાંજે ચૂક થઇ છે તેની તપાસ સુપ્રીમકોર્ટના રિટાયર્ડ જજ દ્વારા કરાવવામાં આવશે.સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને પંજાબ બંનેની તપાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમકોર્ટે 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ કરાવવા માટે
સુપ્રીમકોર્ટના એક રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવા કહ્યું હતું. અને કોર્ટે ગયા સોમવારે આ મામલે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.સુનાવણી દરમિયાન સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી રોડથી મુસાફરી કરશે એ અંગેની માહિતી ચન્ની સરકારને પહેલેથી હતી. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વડાપ્રધાનની સુરક્ષાને લઈને એસપીજી એક્ટની માહિતી આપી હતી. આ સિવાય બ્લુ બુકમાં સુરક્ષાને લઈને માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે એ વાતમાં કોઈ શક નથી કે આ સમગ્ર પ્રોસેસના પાલનમાં ગડબડ થઈ છે. આ અંગે કોઈ વિવાદ નથી. એ તથ્યનો પણ અસ્વીકાર ન કરી શકાય કે સુરક્ષામાં ચૂક અને લાપરવાહી થઈ છે. બ્લુ બુકમાં એ વાત સ્પષ્ટ છે કે સુરક્ષા વ્યવસ્થા રાજ્ય પોલીસ મહાનિર્દેશકની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ કરે છે.
PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. અને આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. તેમજ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાને બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે બઠિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર પ્યારેઆના ગામ પાસે ફ્લાય ઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ, સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.