વિધર્મી યુવાનની ધમકી તું મને દુષ્કર્મ કરવા દે નહિ તો ફોટા વિડિયો વાયરલ કરી દઈશ

Description

હોસ્પિટલને લગતા કોર્ષ દરમિયાન થયેલા પ્રેમનો દૂર ઉપયોગ કરીને યુવાને પ્રેમિકાને “તું મને દુષ્કર્મ કરવા દે, નહીં તો ફોટો-વીડિયો વાઇરલ કરી દઇશ’

News Detail

હોસ્પિટલને લગતા કોર્ષ દરમિયાન થયેલા પ્રેમનો દૂર ઉપયોગ કરીને યુવાને પ્રેમિકાને “તું મને દુષ્કર્મ કરવા દે, નહીં તો ફોટો-વીડિયો વાઇરલ કરી દઇશ’ તેવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, યુવાનની વાતોમાં આવી ગયા બાદ વીડિયો કોલિંગ દરમિયાન બાથરૂમમાં જઈને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા હતા. વીડિયો કોલિંગ પર બતાવેલા પ્રાઇવેટ પાર્ટ્સના ફોટો-વીડિયોના સ્ક્રિન શોટ્સ લઈને યુવાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે હવસખોર યુવાનની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અભ્યાસ દરમિયાન પ્રેમ થયો

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વર્ષ-2020માં કામિની (નામ બદલ્યુ છે) હોસ્પિટલને લગતો અભ્યાસ કરતી હતી. તે સમયે ભરૂચ જિલ્લાના પાલેજનો ઇઝહાર દીવાન પણ કામિની સાથે નર્સિંગનો કોર્ષ કરી રહ્યો હતો. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી અને સમય જતા મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અવારનવાર બંને વચ્ચે ફોન પર વાતો થતી હતી. પરિણામે બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા થઇ હતી.

પ્રાઇવેટ પાર્ટસના ફોટો મોકલવા દબાણ કર્યું

દરમિયાન, ઇઝહારે પોતાનો બદ ઇરાદો પૂરો પાડવા માટે કામિનીને પ્રાઇવેટ પાર્ટસ બતાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, કામિની દાદ આપતી ન હતી. એક દિવસ ઇઝહારે કામિનીને ફોન કરીને જણાવ્યું કે, “તું મને બહુ ગમે છે. તું તારા પ્રાઇવેટ ફોટો મોકલવામાં શું વાંધો છે. આ બધું અત્યારના જમાનામાં ચાલે છે. તારે ફોટો મોકલવા ન હોય તો તો તું મને વીડિયો કોલ પર બતાવ. હું જોઇને ડીલીટ કરી દઇશ. આ વાતની કોઇને ખબર પણ નહીં પડે” ઇઝહારની વાતોમાં આવી ગયેલી કામિનીએ બાથરૂમમાં જઈને ઇઝહારે જણાવ્યું તેમ વીડિયો કોલ દરમિયાન પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવ્યા હતા.

મેં તારા પ્રાઇવેટ પાર્ટસના સ્ક્રિન શોટ્સ લઇ લીધા છે

ઇઝહાર પાસે કામિનીના ફોટો-વીડિયો આવી ગયા બાદ ઇઝહારે કામિનીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ ઇઝહારે કામિનીને ફોન કરી કહ્યું કે, તારા ફોટો-વીડિયોના મેં સ્ક્રિન શોટ્સ લઇ લીધા છે. હું કહું તેમ તારે કરવું પડશે. બે માસ પહેલા કામિની નોકરીથી ઘરે જઇ રહી હતી. તે સમયે ઇઝહાર ગાડી લઇને તેની પાસે પહોંચી ગયો હતો અને કામિનીને ગાડીમાં બેસાડી કરજણના બ્રિજ પાસેની એકાંત જગ્યામાં લઇ ગયો હતો. કામિની ઇઝહારને સમજાવી ફોટો-વીડિયો ડિલીટ કરાવી દઇશ, તેવી આશાએ ગાડીમાં બેસી ગઇ હતી. પરંતુ, કામિનીને ખબર ન હતી કે, ઇઝહાર તેને ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરશે. ઇઝહારે તેજ કર્યું. કામિનીને ફોટો-વીડિયો તારા માતા-પિતાને પહોંચતા કરી વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

હવસખોર યુવાને બે વખત દુષ્કર્મ આચર્યું

આ ઉપરાંત ઇઝહારે કામિની નોકરી ઉપર હતી. તે દરમિયાન ફોન કરીને રેલવે સ્ટેશન પાછળ બોલાવી હતી. અને એ-વન નામના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર બ્લેક મેઇલ કરીને દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરી રહેલા ઇઝહાર દિવાન અંગેની વાત કામિનીએ પોતાના માતા-પિતાને કરી હતી. માતા-પિતાએ દીકરીને કામિનીને હિંમત આપી કરજણ પોલીસ મથકમાં લઈ ગયા હતા. જ્યાં પીડિતા કામિનીએ ભરૂચ જિલ્લાના પાલેજના રહેવાસી ઇઝહાર કાલુશા દિવાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઇઝહાર દિવાન સામે બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.