ઓમિક્રોનને કારણે રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂનો સમય લંબાવાયો જાણો શુ છે નાઈટ કરફ્યુ નો સમય??

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરિએન્ટના સતત સામે આવી રહેલા પોઝિટિવ કેસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કોવિડ નિયંત્રણો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કર્યો છે. હવે રાત્રિના 11 થી સવારના 5 સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. તમામ દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. શનિવારથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર થશે.

રાજ્યના ગૃહ વિભાગે આ અગાઉ રાજ્યના 8 મહાનગરોમાં આગામી 31મી ડિસેમ્બર સુધી રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા સરકારે રાત્રિ કર્ફ્યૂમાં બદલાવ કર્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિ કરફ્યૂ 11 વાગ્યાથી સવાર 5 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે

આ નિર્ણય અંતર્ગત હવે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન તમામ દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. શનિવારથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર થઇ જશે, જેનું તમામ નાગરિકોએ પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. ત્યાં જ ખેડામાં ઓમિક્રોનના નવા 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં બોડકદેવ અને બોપલમાં 2 લોકો ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 9 કેસ નોંધાયા છે અને રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 35 કેસ સામે આવી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.