ઉત્તર પ્રદેશના મેરઠ પાસે દૌરાલા રેલવે સ્ટેશન પર શનિવારે સહારનપુરથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના એન્જીનમાં અને બે કોચમાં એકાએક આગ લાગી ગઈ હતી. આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પણ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એવા વાવડ મળ્યા છે. આ ટ્રેન સહારનપુરથી આવી રહી હતી. ટ્રેનમાં જ્યારે આગ લાગી ત્યારે સૌથી પહેલા કોચને અલગ કરી દેવામાં આવ્યો.અને આ દરમિયાન કેટલાક પ્રવસીઓએ કોચને અલગ કરવા માટે ટ્રેનને ધક્કો માર્યો હતો.
એવું પણ જાણવા મળ્યું છે કે, સકૌતી સ્ટેશન પર ટ્રેન પહોંચી ત્યારે એ કોચમાંથી ખૂબ જ વાસ આવવા લાગી હતી. ધુમાડો જોવા મળતા ટ્રેનને મેરઠના દૌરાલા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આટલી જ વારમાં ત્રણ કોચમાં આગ પ્રસરી ગઈ હતી. આ દરમિયાન ટ્રેનના તમામ કોચમાંથી મોટાભાગના પ્રવાસીઓ નીચે ઊતરી ગયા હતા. ડ્રાઈવરે પોતાની સમજદારી દાખવી પહેલાથી જ ટ્રેનની ઈલેક્ટ્રિક લાઈન કટ કરી નાંખી…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.