જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતભરના લોકો જાણે ઘરની બહાર નીકળી પડ્યા હોય. તેમ પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી હતી. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જૂનાગઢ જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતાં.
સાતમ-આઠમના તહેવાર પર જૂનાગઢની ૨.૬૦ કરોડની જંગી આવક થઇ હતી. આથી કહી શકાય કે ,જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને પડ્યો છે.રોપ-વે શરુ થયા બાદ પ્રથમ વખત શિતળા સાતમનાં દિવસનાં એક જ દિવસમાં ૭,૭૦૦ લોકોએ રોપ-વે સફર માણી હતી.
સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રજાનાં ૦૨ દિવસમાં કુલ ૨૦,૮૦૨ પ્રવાસી થકી ઝૂને ૬,૩૯,૦૦૦ની આવક થઈ હતી. સાતમનાં દિવસે ઝૂ માં ૧૬,૨૪૦ પ્રવાસીઓ આવ્યાં હતાં જેનાથી ૪,૯૨,૦૦૦ આવક થઈ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.