વિદેશ ભંડોળથી આદિવાસીઓ એ ઈસ્લામ કબૂલ્યો , 9 સામે ફરિયાદ

ગુજરાતનાં (GUJARAT) ભરુચ (BHARUCH) જિલ્લાનાં એક ગામનાં આદિવાસીઓને (TRIBAL) પૈસાની લાલચ આપીને તેનાં કથિત રીતે ફસાવવા બદલ લંડન (LONDON) સ્થિત એક વ્યકિત સહિત નવ લોકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. પોલીસે (POLICE) સોમવારે આ ધટનાની જાણકારી આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે , વસાવા હિન્દુ સમુદાયનાં ૩૭ પરિવારોનાં ૧૦૦ થી વધુ આદિવાસીઓ જે તમામ ભરુચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં કાંકરિયા ગામનાં રહેવાસી છે.

મળતી માહીતી અનુસાર પ્રમાણે ધર્માતરણનો મુદ્દો ભરુચ જિલ્લામાં પહોંચ્યો છે. હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માતરણ કરવાનાં ષડયંત્રનો પર્દાફાશ થતાં ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. આ ધટનામાં વિદેશ માંથી ધર્મ પરિવર્તન માટે ફન્ડિંગ થતું હોવાનું સામે આવ્યું છે.

આ ૯ લોકો સામે ગુજરાત સ્વતંત્રતા ધર્મ અધિનિયમ અને IPCની કલમ ૧૨૦B , ૧૫૩B અને C અને ૫૦૬(૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.