પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે, એરપોર્ટ સામે સીતારામનગર રોડ ઉપર નંઉપવન એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૭૦૪ માં ક્રિકેટના મેચ ઉપરનો જુગાર ચાલી રહ્યો છે. તેથી મુળ અડવાણાના તથા હાલ ફલેટ નં, ૭૦૪ માં રહેતા પ્રકાશ સાજણ કારાવદરા અને છાયા મહેરસમાજ સામે સાંઢીયાવાડમાં રહેતા મિતેશ દેવા ઓડેદરાએ આ ફલેટમાં પોતાના અંગત ફાયદા માટે જુગારધામ શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દરોડો પોંડીને બંન્ને શખ્સોને પકડી લીધા હતા. જેમાં એવો ગુન્હો દાખલ થયો છે કે આ બંન્ને ફલેટમાં પોતાના અંગત કાયદા માટે હાલમાં ચાલતા ૨૦-૨૦ ક્રિકેટ વર્લ્ડકપના ભારત અને ઈંગ્લેન્ડ ટીમોના સેમીફાઈનલ મેચ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો લેપટોપમાં અને નોટ બુકમાં સોદાઓ નાખી ક્રિકેટ મેચ ખેલાડીઓના સ્તર અને ઓવર ઉપર સટ્ટો રમી રમાડી રેઈડ દરમ્યાન રોડા રૂા. ૫૬૨૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિ. રૂા. ૧૬૦૦૦/- તથા લેપટોપ નંગ-૧ કિ.રૂા. ૧૦,૦૦૦ તથા ટી.વી. નંગ-૧ કીરૂા. ૧૦,૦૦૦/- તથા વાઈફાઈ નંગ-૧ કી રૂા. ૧૫૦૦/- તથા બોલપેન નંગ-૧ તથા ક્રિકેટ મેચના સાંકેતિક ભાષામાં અલગ અલગ તારીખોનો હિસાબ લખેલ બુક નંગ-૧ મળી કુલ રૂા. ૪૩,૧૨૦/-ના મુદામાલ સાથે આ બંન્ને શખ્સોની
News Detail
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે, એરપોર્ટ સામે સીતારામનગર રોડ ઉપર નંઉપવન એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૭૦૪ માં ક્રિકેટના મેચ ઉપરનો જુગાર ચાલી રહ્યો છે. તેથી મુળ અડવાણાના તથા હાલ ફલેટ નં, ૭૦૪ માં રહેતા પ્રકાશ સાજણ કારાવદરા અને છાયા મહેરસમાજ સામે સાંઢીયાવાડમાં રહેતા મિતેશ દેવા ઓડેદરાએ આ ફલેટમાં પોતાના અંગત ફાયદા માટે જુગારધામ શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દરોડો પોંડીને બંન્ને શખ્સોને પકડી લીધા હતા. જેમાં એવો ગુન્હો દાખલ થયો છે કે આ બંન્ને ફલેટમાં પોતાના અંગત કાયદા માટે હાલમાં ચાલતા ૨૦-૨૦ ક્રિકેટ વર્લ્ડકપના ભારત અને ઈંગ્લેન્ડ ટીમોના સેમીફાઈનલ મેચ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો લેપટોપમાં અને નોટ બુકમાં સોદાઓ નાખી ક્રિકેટ મેચ ખેલાડીઓના સ્તર અને ઓવર ઉપર સટ્ટો રમી રમાડી રેઈડ દરમ્યાન રોડા રૂા. ૫૬૨૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિ. રૂા. ૧૬૦૦૦/- તથા લેપટોપ નંગ-૧ કિ.રૂા. ૧૦,૦૦૦ તથા ટી.વી. નંગ-૧ કીરૂા. ૧૦,૦૦૦/- તથા વાઈફાઈ નંગ-૧ કી રૂા. ૧૫૦૦/- તથા બોલપેન નંગ-૧ તથા ક્રિકેટ મેચના સાંકેતિક ભાષામાં અલગ અલગ તારીખોનો હિસાબ લખેલ બુક નંગ-૧ મળી કુલ રૂા. ૪૩,૧૨૦/-ના મુદામાલ સાથે આ બંન્ને શખ્સોની ધરપકડ કરી હતી
તેઓની પુછપરછ કરતા તેમની પાસેથી દસ શબ્દોના મોબાઈલ નંબર અને સાંકેતિક નામ પણ મળી આવ્યા હતા. તેથી દિનેશ મો. ૮૧૪૧૩ ૨૯૨૪૧, મો. ૮ ૨૦૦૭ ૬૫૪૮૧, પકો મો.નં. ૯૬૬૪૭ ૦૪૪૫, ૨૬ મો.નં ૯૯૦૯૦ ૬૨૬૯૫, ૭ મો. નં. ૭૯૯૦૫ ૬૦૦૦૭, ૨૪ મો.નં. ૯૧૦૬૬ ૬૬૧૨૯, ૨૫ મો.નં. ૯૯૦૪૦ ૧૫૩૦૧, દિપ૪ મો. નં. ૭૯૯૦૮ ૭૫૦૦૮, પી.એસ. મો.નં. ૯૦૩૩૯ ૨૩૦૬૩ અને ૨૭ મો.નં. ૯૮૯૮૭ ૬૬૫૮૫ વગેરે વપરાશકર્તાઓની સામે પણ ગુન્હો નોંધાયો છે. જેમાં પ્રકાશ કારાવદરા અને મિનેશ ઓડેદરાએ તેમના મો.નં. ઉપર ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર અંગે કપાત લઈને ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી હાર જીતનો રોકડ રૂપિયા અંગેનો વહેવાર કરી જુગારનો અખાડો ચલાવી ગુન્હો કર્યો હોવાનું એફ.આઇ.આર. માં જણાવ્યું છે. લોકલ કાઈમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.