યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા પર પ્રતિબંધોનો બોજ વધી રહ્યો છે. બ્રિટને ગુરુવારે વધુ 7 રશિયન ધનિકોની સંપત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામની સંપત્તિ 1.12 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. રશિયન ધનિકો જેમની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી હતી તેમાં ચેલ્સિયા ફૂટબોલ ક્લબના માલિક રોમન એબ્રામોવિચ, રશિયન ઓઇલ કંપની રોસનિફ્ટના માલિક ઇગોર સેનચિન, રશિયન બેન્કના ચેરમેન દિમિત્રી લેબેદેવ, પાઇપલાઇન કંપનીના માલિક નિકોલાઈ ટોકરેવ અને એનર્જી કંપની ગેઝપ્રોમના એલેક્સી મિલરનો સમાવેશ થાય છે. અને બ્રિટનમાં અત્યાર સુધીમાં 48 રશિયન કુબેર્સની પ્રોપર્ટી ફ્રિઝ કરવામાં આવી છે.
બોરિસ જ્હોન્સને ગુરુવારે રશિયન બેંકો, કંપનીઓ અને એલિટ વર્ગ પર વધુ પ્રતિબંધો લાદવાનું વચન આપ્યું હતું.અને બ્રિટિશ ટેક્નોલોજીને રશિયામાં આયાત કરવા માટેના નિયમો કડક બનાવ્યા હતા અને રશિયન એરલાઇન એરોફ્લોટ પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિટિશ સરકાર તમામ મોટી રશિયન બેંકોની સંપત્તિઓ ફ્રિઝ કરવા અને તેમને લંડનના નાણાકીય બજારોમાંથી બહાર કાઢવા માટે નિયમો રજૂ કરશે. આ સાથે રશિયન બેંક VTB સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.