દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે તો બીજી તરફ 1 જુલાઈથી ગ્લાસ, કપ, ચમચી જેવી 19 સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

દેશમાં એક તરફ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે ત્યારે હવે તેના પર અંકુશ રાખવા માટે હવે સરકાર એક્શન મોડમાં છે. હવે આગામી 1 જુલાઇ, 2022થી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ પર પ્રતિબંધ લાગૂ થશે. મંગળવારે પર્યાવરણ મંત્રાલયે તેને લઇને નોટિફિકેશન જાહેર કરવાની જાણકારી આપી હતી અને સરકાર અનુસાર પ્રતિબંધિત વસ્તુઓમાં એવી વસ્તુઓ છે, જેનો ઉપયોગ ઓછો થાય છે અને તેનાથી કચરો વધુ ફેલાય છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને લઇને જાહેર કરવામાં પર્યાવરણ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર 1 જુલાઇ, 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત ઉપરાંત વિતરણ અને વેચાણ તેમજ ઉપયોગ પર પર પ્રતિબંધ લાગૂ થશે. આ પ્રતિબંધિત વસ્તુઓમાં પ્લાસ્ટિકમાંથી બનેલી સ્ટ્રોનો પણ સમાવેશ થાય છે. જેનો ઉપયોગ ઇયર બડ્સ, આઇસ્ક્રીમ, કેન્ડીમાં પણ કરાય છે. તે ઉપરાંત 100 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક તેમજ પીવીસીમાંથી નિર્મિત પ્લાસ્ટિકના ચશ્મા, કપ, કાંટા, છરી, સ્ટ્રો પર પ્રતિબંધ રહેશે.ખાસ કરીને પેકેજિંગ ઉદ્યોગમાં પ્લાસ્ટિક ફોઇલનો મોટા પાયે ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક ફોઇલ્સને મિઠાઇના બોક્સ, સિગારેટના પેકેટ્સ પર રાખવામાં આવે છે. પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં પાતળા પ્લાસ્ટિક ફોઇલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ 31 ડિસેમ્બર, 2022થી 120 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતી પ્લાસ્ટિક કેરી બેગ્સ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના વ્યાપકપણે ઉપયોગથી પૃથ્વી ઉપરાંત સમુદ્રના પર્યાવરણને પણ મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે. સમગ્ર વિશ્વ તેને લઇને ચિંતિત છે અને તમામ દેશો માટે આ એક મોટો પડકાર છે. પર્યાવરણને નુકસાનથી બચાવવા અને સંવર્ધન માટે આ પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.