વ્યાજખોરોના ત્રાસથી લોકો પરેશાન થઇ રહ્યા છે અને તેમના જીવનનો અંત લાવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો છે. આ તમામ બાબતોને જોતા વિધાનસભા દરમિયાન મીડિયા સાથે સૌરાષ્ટ્રના ધારાસભ્ય લલિત કગથરાએ વાત કરી હતી.અને મહેન્દ્ર ફળદુના આપઘાતને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યુ કે સરકારે આ વ્યાજખોરોને કાબુમાં લેવા જોઇએ. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યુ કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ જોવા મળી રહ્યુ છે. જસદણમાં પિતા-પુત્રએ દવા પી જીંદગીનો અંત આણ્યો હતો. વ્યાજચક્ર કોરોના કાળ કરતા મોટો કાળ સમાન છે. જેહાદી વ્યાજે બેહાલ કરી દીધા છે. કુટુંબોના કુટુંબો બેહાલ થઇ રહ્યા છે.અને ખંડણી લેવા માટે પણ કોઇ વ્યાજ તંત્રમાં બેફામ રીતે વ્યાજ લે છે તેમણે તંત્રની કોઇ બીક નથી.
ડરથી, દાદાગીરીથી મિલકતો લખાવી પઠાણી ઉઘરાણી વ્યાજની કરે છે. પરીવારને છોડી જીવનનો અંત લાવે છે, તેઓ કેટલી ખરાબ પરિસ્થિતિમાં જીવતા હશે તેનો અંદાજ લગાવી શકો છો અને ખાખી દ્વારા પણ ખંડણી ઉઘરાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.