નવરંગપુરા (NAVRAMGPURA) વિસ્તારમાં આવેલા નવરંગ સર્કલ નજીક એક ખુબ જ સુંદર યુવતી (YOUNG LADY) લથડિયા ખાઈને ભાન ભૂલી (FORGET THE REALIZATION) ગઈ હતી. મન ફાવે તેવી હરકતો કરી રહી હતી ઉપરાંત મન ફાવે તેમ બોલતી હતી. કોઈ પણ પુરુષને પકડીને (HOLDING MAN) અજુગતો બબડાટ કરી રહી હતી.
બપોરે દોઢેક વાગ્યાની આસપાસ જીન્સ અને ટી-શર્ટ પહેરેલી એક અત્યંત સ્વરૂપવાન અને ભણેલી ગણેલી લાગતી યુવતી નવરંગ સર્કલ પાસે અચાનક જ મનફાવે તેવું વર્તન કરવા લાગી તે મનફાવે તેમ બોલતી હતી. આ જોઈને મોટા પ્રમાણમાં ટોળુ એકત્ર થઇ ગયું હતું. જોકે સ્થાનિક સાથે પણ મનફાવે તેવું વર્તન કરતી હતી એક જાગૃત નાગરિકે પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
જેના પગલે ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મહિલા પોલીસની મદદથી યુવતીને પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. યુવતીની ઓળખ કરતા તે વડોદરાની હોવાનું સામે આવ્યું હતું.
https://www.youtube.com/watch?v=0aMy0ayTers
જેથી પોલીસે યુવતીના પરિવાર નો સંપર્ક કર્યો હતો. પરિવારે યુવતી નજીકના એક પીજીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. જેથી પીજી ના માલિકનો સંપર્ક કર્યો હતો. પીજીનો માલિકે આવીને યુવતીની ઓળખ કરી હતી. યુવતીના પરિવારે યુવતીને પીજી ખાતે મોકલી આપવા માટે જણાવ્યું હતું. જેથી પોલીસે યુવતીને પીજી ખાતે મૂકી આવી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.