કોગ્રેંસનાં દિગ્ગજ નેતાએ કહ્યું ,કે ભાજપ હાર ભાળી જાય ત્યારે બી ટીમ, મેદાને ઉતારે છે….

વિસાવદર ખાતે આજે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વધતા જતા ‘આપ’ ના પ્રભાવને ભાજપનો જ ભાગ ગણાવ્યો હતો અને ભાજપ હાર ભાળી જાય ત્યારે કોંગ્રેસનો સામનો કરવા બી ટીમ ઉતારે છે.

આગામી ડિસે ૨૦૨૨ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તેના અનુસંધાને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ રાજકીય દાવ-પેંચ અને બેઠકો શરૃ કરી દેવામાં આવી છે. આજે વિસાવદરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. તેણે જણાવ્યું હતું કે ભાજપ જયારે હાર ભાળી જાય ત્યારે કોંગ્રેસનો સામનો કરવા માટે બી.ટીમ ઉતારે છે. તેમ જણાવી તેણે ગુજરાતમાં તાજેતરમાં વધતા જતા ‘આપ’ ના પ્રભાવને પણ ભાજપનો પ્લાન ગણાવ્યો હતો.

વધુમાં તેણે કોરોનાના સમય દરમ્યાન લોકોને પૈસા ખર્ચવા છતાં પોતાના સ્વજનને સારવારના અભાવે ગુમાવવા પડયા છે વાવાઝોડામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન થયું હતું. તેમ છતાં સરકારે માત્ર મામુલી સહાય જાહેર કરી છે. મોંઘવારી દિવસે-દિવસે વાધી રહી છે. તેમ છતાં ભાજપ સરકારના પેટનું પાણી હલતુ ન હોવાનું જણાવી ભાજપ સરકારની ટીકા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.