સુરત શહેરની લીંબાયત વિસ્તારની ઝોન ઓફિસમાં રાત્રીના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો છે અને જેને લઈને પાલિકા તંત્રમાં ચકચાર મચી હતી. રહેણાંક વિસ્તારમાં આવેલી પાલિકાની કચેરીમાં પાલિકાના કર્મીઓ જ દારૂની મહેફિલ માણતા હોવાની વાત સ્થાનીકોમાં વાયુ વેગે પ્રસરતા લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ સુરત શહેરના લીંબાયત વિસ્તારની પાલિકાની ઝોન ઓફિસમાં રાત્રીના સમયે ઈમરજન્સી ડ્યુટી બજાવી રહેલા ચારથી પાંચ કર્મચારીઓ કચેરીની અંદર દારુની મહેફિલ માણતા હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે અને હાલ ભારે વરસાદને પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા દરેક ઝોનમાં ત્રણ શિફટમાં ડ્યૂટીના ઓર્ડર આપવામાં આવ્યા છે તેમજ જેને લઈને રાત્રીના સમયે પણ પાલિકાના કેટલાક કર્મચારીઓ લીંબાયત ઝોન ઓફિસમાં ફરજ પર હાજર રહેતા હોય છે.
આપાતકાલીન ફરજ બજાવનારા કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો વાયરલ થતા સ્થાનીકોમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી અને આ ઘટનાની વહેલામાં વહેલી તકે તપાસ શરુ કરવા આવે અને કસુરવારો સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.