પૂરગ્રસ્ત ગામની મુલાકાતે ગયેલાં ભાજપનાં ધારાસભ્યનો ગ્રામજનોએ ઉધડો લીધો….

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલાં રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદનાજ પગલે જિલ્લાનાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં હતા. એવાં પૂરગ્રસ્ત ગામની મુલાકાતે ગયેલાં ભાજપનાં ધારાસભ્યને ગ્રામજનોનાં રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

રાજકોટ રુરલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં લાખાભાઈ સાગઠિયા આજે કોટડા સાંગણીનાં પૂરગ્રસ્ત નોંધણચોરા ગામની મુલાકાતે ગયા હતાં. જયાં ગ્રામજનોએ ધારાસભ્યનો ધેરાવ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ગ્રામજનોનું કહેવું છે કે, ગામમાં વરસાદ બાદ પરિસ્થિતિ બગડી હતી. એવા સમયે ધારાસભ્ય સહિત અન્ય નેતાઓ ગાયબ થઈ ગયા હતા. પૂર બાદ મદદ ના મળવાનાં કારણે ગ્રામજનોના રોષ ભભૂકયો હતો.

રોષે ભરાયેલાં ગ્રામજનોએ પૂરના સમયે કયાં ગાયબ થઈ ગયા હતાં.? તેવું કહીને ધારાસભ્યને ખખડાવી નાંખ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.