આજનો યુગ ડિઝીટલ યુગ ગણાય છે. અહીં પૈસાથી માંડીને મીટિંગો તથા લોકાર્પણ સહિતના તમામ વ્યવહારો ડિઝીટલી થાય છે. ઘરે બેઠા રેસ્ટોરન્ટનું જમવાનુ મળી જાય ઘરે બેઠા જ શોપિંગ થઇ જાય અને ઘરે બેઠા બિલ પણ ભરાઇ જાય અને જો બધી વસ્તુ ડિઝીટલી શક્ય બની રહી હોય તો પછી લગ્ન કેમ નહી ? સાંભળીને તમને એમ લાગે કે લગ્ન થોડી ડિઝીટલી થાય. પરંતુ કોરોના કાળમાં આ પણ શક્ય બનશે. કારણ કે પશ્ચિમ બંગાળના એક કપલે ડિઝીટલ વેડિંગનુ આયોજન કર્યુ છે એટલે કે કોરોનાના નિયમોનું 100 ટકા પાલન અને 100 ટકા એન્જોયમેન્ટ તો ખરુ જ.
આ કપલ કોરોનાને લીધે લગ્ન સમારંભ યોજી શકતુ ન હતુ. વળી લગ્નમાં ઓછા લોકો બોલાવવાની સરકારની ગાઇડલાઇન મુજબ લગ્નનુ આયોજન થઇ શકતુ ન હતુ અને વળી જો કોઇ લગ્નમાં આવે અને કોરોના થયો તો. આ બધી ચિંતાઓને લીધે કપલે વિચાર્યુ કે ડિઝિટલ લગ્ન કરીએ. તેઓએ 300થી વધારે મહેમાનોને આમંત્રણ આપ્યુ છે. જો કે આ બધા જ કોઇ હોલ કે બેન્કવેટમાં નહી મળે. આ તમામ મહેમાનો ગૂગલમીટ પર ભેગા થશે. ત્યાં જ લાઇવ ટેલિકાસ્ટથી તેઓ મેરેજ અટેન્ડ કરશે.
અત્યારે કોઇ પણ વસ્તુ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. તો આ તકનો લાભ લઇને આ કપલે પણ ભોજન દરેક આમંત્રિતોને તેમના ઘરે પહોંચાડવાનું નક્કી કર્યુ છે અને ઝોમેટો થકી તેઓ આમંત્રિતોના ઘરે ભોજન પહોંચાડવામાં આવશે. મહેમાનો આરામથી ભોજન ખાતા ખાતા લાઇવ વીડિયો કોન્ફરન્સિંગથી લગ્ન સમારંભમાં સામેલ થઇ શકશે.
આ કપલના લગ્નમાં સામેલ થવા માટે આમંત્રિતોને આગલા દિવસે લિંક અને પાસવર્ડ મોકલવામાં આવશે. જેના થકી તેઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લગ્નમાં સામેલ થઇ શકશે અને ત્યારે ખરેખર આ પ્રકારના લગ્ન કોરોનાની મહામારી વચ્ચે ઉદાહરણરુપ સાબિત થશે. કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યા વગર જ લગ્ન પ્રસંગ સેલિબ્રેટ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.