જુનાગઢ શહેરમાં મંગલધામમાં વકીલની હત્યા મામલો સામે આવ્યો હતો. વકીલની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનો ખુલાસો થતાં પોલીસ પણ ચોકી ગઈ હતી. જુનાગઢમાં એડવોકેટ નિલેશની સોમવારે લોહીલુહાણ હાલતમાં તેના ધરમાંથી જ લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.
લાશ નજીકથી એક છરી મળી આવી હતી. પત્ની કાજલે પતિએ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે પત્નીની વાત ગળે ઊતરી ન હતી. પોલીસે કડક પૂછપરછ કરતાં પોતે જ પતિ દ્નારા ઝધડા અને મારકૂટ થી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી.
https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=15s
પતિ નશો કરી તેના શારિરીક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. તેનાથી છુટકારો મેળવવા હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. માતા સામે ગુનો નોંધાતા બંને માસૂમ સંતાનો માતાપિતા ની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.