પુલવામામાં શહીદ થયેલા મેજર ની પત્નીએ જોઈન કરી ઇન્ડિયન આર્મી

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં વર્ષ 2019માં થયેલા પુલવામા હુમલા (Pulwama Attack)માં શહીદ થયેલા મેજર વિભૂતી શંકર ઢૌંડિયાલ (Major Vibhuti Shankar Dhoundiyal)ની પત્ની નિતિકા કૌલ (Nitika Kaul)એ આજે ભારતીય સેના (Indian Army) જોઇન કરી લીધી છે. નિતિકા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની છે. નિતિકાએ આજે ભારતીય સેનાનો યૂનિફોર્મ પહેર્યો અને શહીદ મેજર વિભૂતિ શંકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. નોંધનીય છે કે, 17 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદી હુમલામાં મેજર વિભૂતિ ઢૌંડિયાલ શહીદ થયા હતા.

પતિની શહાદત બાદ તેમને અનુસરતા નિકિતાએ આર્મીમાં સેવા કરવાનું મન બનાવી લીધું હતું. નિકિતાએ ત્યારે કહ્યું હતું કે વિભુની માર્ગે ચાલીશ, તેના અધૂરા કામને પુરા કરવા મારી જવાબદારી છે અને આવી રીતે હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માંગું છું. અલાહાબાદથી પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ ગયા વર્ષથી જ ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં.

નોંધનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં સીઆરપીઅફના કાફલા પર આતંકી હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ જ પુલવામાના પિંગલાન ગામમાં આતંકીઓને ઠાર કરવા માટે આર્મીએ એક ઓપરેશન ચલાવ્યું હતું. પિંગલાનમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં આતંકીઓની ગોળી વાગવાથી 4 સૈનિક શહીદ થયા હતા. આ શહીદોમાં મેજર રેન્કના ઓફિસર વિભૂતિ શંકર પણ સામેલ હતા.

મેજર ઢૌંડિયાલના મૃતદેહને જ્યારે તેમના વતન લાવવામાં આવ્યો હતો તો તેમની પત્ની નિતિકા કૌલે કહ્યું હતું કે તેમને તેમના પતિ પર ગર્વ છે. મેજર વિભૂતિ શંકરના પાર્થિવ શરીરની પાસે ઊભેલાં નિતિકાએ પોતાના પતિને સેલ્યૂઠ કરતાં કહ્યું હતું કે તમે મને ખોટું બોલ્યા હતા કે તમે મને પ્રેમ કરો છો. તમે મને નહીં પરંતુ પોતાના દેશને વધુ પ્રેમ કરતા હતા અને મને આ વાત પર ગર્વ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.