શિકાગોથી આઈસલેન્ડ જઈ રહેલી એક ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલી શિક્ષિકા મારિસા ફોશિયોને અધરસ્તે ગળામાં બળતરા અને ખીચખીચ થવા લાગી જેથી તેને શંકા પડતાં પોતાની કોવિડ-19 ટેસ્ટ કિટ લઈ બાથરૂમમાં ગઈ. રિપોર્ટમાં તે કોવિડ-પોઝિટિવ આવી. તેણે વેક્સિનના બંને ડોઝ લીધા છે અને બૂસ્ટર ડોઝ પણ લીધો છે. વિમાનમાં બેસતાં પહેલાં બે વખત PCR ટેસ્ટ કરાવ્યા હતા અને પાંચ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
વિમાનમાં બેઠા પછી દોઢ કલાકમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી રિપોર્ટ પોઝિટિવ આવતાં તે ગભરાઈને એટેન્ડન્ટ પાસે દોડી ગઈ તથા રિપોર્ટ બતાવ્યો. તરત જ એટેન્ડન્ટે તેને અલગ સીટ પર બેસાડવા પ્રયાસ કર્યો, પરંતુ બધી સીટ ભરાયેલી હતી તેથી મહિલાને બાથરૂમમાં જ રહેવા કહ્યું અને મહિલાએ સ્વીકારી લીધું બાથરૂમ બહાર બોર્ડ મૂકી દેવાયું, આઉટ ઓફ ર્સિવસ! તે વિમાનના મુસાફરોમાં કોરોના ફેલાવવા માગતી નહોતી.
દક્ષિણ આફ્રિકાએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે બે વર્ષ પહેલા પ્રથમ વખત લાદવામાં આવેલ નાઇટ કર્ફ્યુ હટાવી લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે ગુરુવારે નેશનલ કોરોના વાયરસ કમાન્ડ કાઉન્સિલ અને રાષ્ટ્રપતિ કોઓર્ડિનેશન કાઉન્સિલની બેઠકો બાદ આની જાહેરાત કરી. કાર્યાલયે દેશમાં હાલમાં ચાલી રહેલ સંક્રમણની ચોથી લહેરની વ્યવસ્થાઓ વિશે પૂછપરછ કરી. દેશમાં ચોથા મોજામાં, મોટાભાગના કેસ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સામે આવી રહ્યા છે અને ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જ નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.