અરે બાપ રે.. સાડી સ્માર્ટ ડ્રેસમાં નથી આવતી તેમ કહી મહિલાને રેસ્ટોરન્ટમાં આવવા ન દીધી ,પછી મહિલાએ કર્યુ એવું કામ….

સાડીને સ્માર્ટ ડ્રેસ નહીં માનનારી દક્ષિણ દિલ્હીની એક રેસ્ટોરન્ટ “અકીલા” પર હવે તાળુ લટકતું જોવા મળશે. રેસ્ટોરન્ટ માન્ય લાઈસન્સ વગર ચાલતી હોવાનાં કારણે આ એક્શન લેવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે સાડી પહેરીને આવેલી એક મહિલાને એન્ટ્રી આપવાની ના પાડી હતી. તેમનું કહેવું હતું કે, સાડી સ્માર્ટ ડ્રેસ નથી. કાર્યવાહીની પુષ્ટિ કરતાં જણાવ્યું કે “અકીલા” રેસ્ટોરન્ટ અત્યારે બંધ છે. તેમની પાસે માન્ય લાઈસન્સ નથી. તેથી અમે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ હેઠળ દંડ લાદવાની જોગવાઈ સહિત અન્ય કાર્યવાહીની શકયતા પણ શોધી રહ્યાં છીએ.

આના જવાબમાં અકિલાના માલિકે કહ્યું કે, આ ધંધો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે અને તે SDMC ટ્રેડ લાયસન્સ વગર ચાલશે નહીં.

ગયા અઠવાડિયે એક ફેસબુક પોસ્ટમાં, એક મહિલાએ દાવો કર્યો હતો કે તેને ‘અકિલા’ રેસ્ટોરન્ટમાં પ્રવેશ માત્ર એટલા માટે આપવામાં આવ્યો નહોતો કે તેણે સાડી પહેરી હતી. મહિલાએ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ઝપાઝપીનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં એક કર્મચારીને એવું કહેતા બતાવવામાં આવ્યા હતા કે સાડી સ્માર્ટ ડ્રેસ નથી.

તે જ સમયે, રેસ્ટોરાંએ કહ્યું કે મહિલાએ તેના સ્ટાફ સાથે ઝઘડો કર્યો. તેમના નામ રિઝર્વ ન હોવાથી તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. રેસ્ટોરાંએ તેના નિવેદનમાં કહ્યું હતું કે મેનેજરે આવું એટલા માટે કહ્યું જેથી મહિલા ત્યાંથી નીકળી શકે અને પરિસ્થિતિને સંભાળી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.