ફિલ્મોમાં રોમેન્ટિક સીન્સ ડિરેક્ટ કરનારી મહિલાએ જણાવ્યું શૂટિંગની પાછળ રહેલું રહસ્ય

હોલિવુડની જેમ હવે ભારતીય ફિલ્મોમાં પણ રોમેન્ટિક અને ઈન્ટિમેટ સીન્સની ભરમાર થઈ ચુકી છે. તમે ઘણી વેબ સીરિઝ જોઈ હશે, જેમા એવા-એવા ઈન્ટિમેટ સીન્સ દર્શાવવામાં આવે છે, જેના પર લોકોએ આપત્તિ પણ વ્યક્ત કરી છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે, આ ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવાની પાછળનું સત્ય કંઈક અલગ જ છે. જે અંગે એક મહિલાએ હાલમાં જ ખુલાસો કર્યો છે.અને આ મહિલા ઈન્ટિમેટ સીન્સને ડાયરેક્ટ કરવાનું કામ કરે છે.

કેનેડામાં રહેતી 27 વર્ષીય મેગન સ્ક્રોડર એક ઈન્ટિમેસી કો-ઓર્ડિનેટર છે. એટલે કે મેગન ફિલ્મોમાં રોમેન્ટિક સીન્સના ડાયરેક્શનમાં મદદ કરે છે. હાલમાં જ તેણે ડેલી સ્ટાર વેબસાઈટ સાથે વાતચીત કરી અને એવા સીન્સના શૂટિંગ પાછળનું સત્ય સૌની સામે રજૂ કર્યું. તેણે જણાવ્યું કે, દર્શકોને જે ફિલ્મોમાં દેખાય છે, તે સંપૂર્ણરીતે સત્ય નથી હોતું. અને રોમેન્ટિક સીન્સના શૂટિંગ દરમિયાન ઘણી બધી બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.

તેણે કહ્યું કે, સીન્સને શૂટ કરતા પહેલા તે એક્ટર-એક્ટ્રેસની સાથે તેમની બાઉન્ડ્રીઝ એટલે કે એ સીનને લઈને તેઓ કેટલા સહજ છે, તે અંગે જાણવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ એક્ટર-એક્ટ્રેસની સહજતાના દાયરામાં રહીને જ તે સીન્સને શૂટ કરવામાં આવે છે. પછી કેમેરાના એંગલને એ રીતે રાખવામાં આવે છે કે જેથી આ સીન દર્શકોને વધુ આકર્ષક લાગે અને જણાવી શકાય કે તે દરમિયાન બંને કેરેક્ટર એકબીજા વિશે કેવું અનુભવી રહ્યા છે. આવા સીન્સના શૂટિંગમાં આખી ગેમ કેમેરા એંગલની હોય છે. અને સીનને વધુ અસલી બનાવવા માટે લ્યૂબ, કોન્ડોમ અને અન્ય પ્રોપનો ઉપયોગ કરવામાં આવે છે.

તેણે કહ્યું કે, જે સીન્સમાં દર્શકોને લાગે છે કે એક્ટર-એક્ટ્રેસે કંઈ જ નથી પહેર્યું,અને તે સીન્સમાં પણ એવા પ્રોપનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી તેઓ પોતાને અને પોતાની ગરિમાને જાળવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.