એન્કર:મધ્યપ્રદેશના છત્તરપર જિલ્લાના પોલીસ ઉપર પથ્થરથી જીવલેણ હુમલાના ગુન્હામાં પકડાયેલ અને બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલી આરોપી મહિલાની સુરત ના કાપોદ્રા વિસ્તાર માંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલા છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં રહેતી હતી. પોલીસે બાતમીના આધારે મહિલા આરોપીની ધરપકડ કરીને મધ્યપ્રદેશ પોલીસ સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
મધ્ય પ્રદેશ માં પોલીસ પર હુમલો કરી એક મહિલા પોલીસ જાપ્તા માંથી ફરાર થઇ નાસતી ફરતી સુરત આવી પહોંચી હતી..અને સુરત ના કાપોદ્રા વિસ્તાર માં આવેલા ભરવાડ ફળિયા માં રહેતી હતી.. કાપોદ્રા પોલીસ ને બાતમી મળી હતી કે હુમલો કરી નાસી જનાર મહિલા કાપોદ્રા વિસ્તાર માજ રહે છે..અને ભરવાડ ફળીયાની સામે આવેલ બ્રિજ નીચે ઉભેલ છે જે બાતમી આધારે તપાસ કરતા મહિલા આરોપી રીતુ દિલીપભાઇ જાટવ ઝડપાઇ હતી..ઝડપાયેલા મહિલા આરોપીના ઘરે તેના પતિને કોઇ જુના ગુન્હામાં પકડવા માટે સીવીલ લાઇન્સ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો 1 માર્ચ 2023ના રોજ ઘરે ગયા હતા. તે વખતે તે પોતે તથા તેના પતિ દિલીપ તથા સસર હરીભાઇ તથા જેઠ જીનુ તથા જેઠાણી રામસખી તથા નણંદના છોકરી રોહીત તેઓના પતિને લઇ જતા રોકવા માટે પોલીસ ઉપર પથ્થરથી હુમલો કર્યો હતી. જેમાં પોલીસના માણસોને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરતા આ બાબતે પોલીસ કરીયાદ દાખલ કરી હતી. જેમાં આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી અને કોર્ટમાં હાજર કરતા કોર્ટે છતરપુર જેલમાં મોકલી આપી હતી. જેલમાં પંદરેક દિવસ રહેલ પેટમાં દુખાવાનુ બહાનું બનાવી છત્તરપુરની સીવીલ હોસ્પીટલમાં દાખલ થતા બાથરૂમ જવાનુ બાહનુ કાઢી બાથરૂમની અંદર બારીમાંથી પાછળની સાઇડે પાણીની પાઇપ લાઇન વાટે નીચે ઉતરી ફરાર થઇ ગઇ હતી અને છેલ્લા એક અઠવાડીયાથી સુરત ખાતે રહેતી હતી. બાતમી ના આધારે કાપોદ્રા પોલીસે મહિલા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. સાથેજ મહિલા આરોપીનો કબ્જો છત્તરપુર પોસ્ટેને સોપવા તજવીજ હાથ ધરી હતી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.