નડિયાદમાં મહિલાનું રસ્તે પર્સ પડી ગયું અને TRB જવાને મહિલાને શોધી પર્સ પરત આપ્યું

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં TRB જવાન તથા સ્થાનિકોની નિષ્ઠાવાન કામગીરીનો દાખલો બહાર આવ્યો છે. પશ્ચિમમાં બાળકને સ્કૂલે લેવા જતી વેળાએ મહિલાનુ રસ્તામાં પર્સ પડી જતાં TRB જવાને મહિલાને શોધી ખોવાયેલુ તેણીનુ પર્સ સુપ્રત કર્યું છે. પોલીસ પ્રજાનો મિત્ર છે અને તે ઉક્તિને સાર્થક કરતો એક કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે.

શહેરના રામતલાવડી વિસ્તારમાં રહેતી એક મહિલા બુધવારે સવારે એક્ટિવા પર પોતના બાળકને સ્કૂલે મૂકવા જતી હતી. તે વેળાએ એકાએક શ્રેયસ ગરનાળા નજીક તેણીનુ પર્સ રોડ પર પડી ગયુ હતુ. રાહદારીઓને આ લેડીઝ પર્સ ધ્યાને આવતાં નજીક ટ્રાફિક નિયમન કરી રહેલા TRB જવાનને આ પર્સ સોંપ્યું હતું. અને આ બાદ TRB જવાન વિમલ વાળા તથા જીગર વાઘેલા તેમજ નજીક ફ્રુટની લારી ચલાવતાં સોહિલ અને તોફીકે આ પર્સના માલિકની શોધખોળ આદરી હતી.

દરમિયાન પર્સમાં ચેક કરતા એક મોબાઈલ ફોન અને રોકડ 100,200 રૂપિયા હતા. થોડી વારમાં આ મોબાઈલ ફોન પર પર્સના માલિક મહિલાનો ફોન આવતા મહિલાને માલુમ પડ્યું હતું કે તેઓનુ ખોવાયેલુ પર્સ TRB જવાનના હાથે લાગ્યુ છે. માટે આ મહિલા શ્રેયસ ગરનાળાએ પહોંચી અને જે બાદ સ્ક્રીન લોક ખોલવા તેમજ જરૂરી પુછતાછ કરી ખરાઈ કરતા આ પર્સ આ મહિલાનુ હોવાનું જાણવા મળ્યુ હતું અને એ બાદ આ પર્સને મહિલાને આપ્યું છે. મહિલાના જણાવ્યા મુજબ પર્સમાં રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન હતો. જે મળતાં મહિલાએ હાશકારો અનુભવ્યો છે.અને આમ આ બન્ને ટીઆરબી જવાનની ફરજની સાથે સાથે માનવતા ભરી નિષ્ઠાવાન કામગીરી સાથે સ્થાનિકોની પણ સરહાનીય કામગીરી બીરદાવી રહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.