ખેડૂતે કરેલું આ કામ પોતાને જ ભારે પડ્યું. ખેતરમાં છોડેલો વિજ કરંટ…

ગુજરાતીમાં કહેવાય છે કે બીજા માટે ખોદેલો ખાડો કયારેક એ જ વ્યક્તિનો જીવ લઈ લે છે. એક ખેડૂતે ખેતરમાં ભૂંડથી બચવા માટે જે કરંટ છોડ્યો હતો. તેનો ભોગ તેનાથી પરિવારનાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે.

આ ધટનામાં એક પિતા પુત્રના મોત નિપજયા છે. તો બંનેના મૃતદેહોથી ૫૦૦ મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી. જેના કારણે પગ ખેતરમાં રહેલાં તારમાં ફસાયેલાં હતાં. જેમાં માલૂમ પડ્યું કે, પીપળસટ ગામના બારિયા રાજુભાઈ ખેતરથી ગઈકાલે સમયસર ધરે આવ્યાં ન હતાં.

તેમનો પુત્ર સંજય તેમને શોધવા ખેતર પાસે ગયો હતો. તે પણ સમયસર ધરે ન આવતાં પરિવારે શોધખોળ શરુ કરી.. બંનેના મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યાં હતાં.

ઓરડીમાંથી વાયર બહાર કાઢી ઝાટકા તાર સાથે બાંધ્યો હતો. આમ, પોતાના જ ખેતરની વાડમાં મૂકેલ વીજ કરંટથી તેમનો જ જીવ ગયો હતો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.