કોરોનાકાળમાં કામ થયું નહીં એટલે તમામાને હાંકી કાઢવામાં આવ્યો ; કોંગ્રેસ નાં નેતાનો આક્ષેપ.

રાજીવ સાતવના નિધન બાદ રાજસ્થાન આરોગ્યમંત્રી રઘુ શર્માએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અમદાવાદ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ તેનું સ્વાગત કર્યું. અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનો મારો પ્રયાસ રહેશે.

આજે હું મહાત્મા ગાંધીની પવિત્ર ધરતી પર આવ્યો છું..

શર્માએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે , ગુજરાતમાં આરોગ્યમંત્રી કાઢી મુક્યા એ જ બતાવે છે, કોરોના મહામારીમાં કોઈ કામ થયું નથી. એટલે જ મુખ્યમંત્રી અને મંત્રીઓને હાંકી કઢાયા છે. મંત્રીમંડળ કામ વગરનું હતું. હાઇકમાન્ડે મને મહત્વની જવાબદારી સોંપી છે.તેવો ઉલ્લેખ કરતાં શર્માએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીની પવિત્ર ધરતી પર આજે હું આવ્યો છું.

કોંગ્રેસ પક્ષે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ભાજપ સામે કોંગ્રેસ પાર્ટી એક થઈ ચૂંટણી લડશે. તેમને એવો ટોણો માર્યો કે ,રાજસ્થાન સરકાર માં હું આરોગ્યમંત્રી છું. તેથી લોકો સુરક્ષિત છે. ગુજરાતમાં આરોગ્યમંત્રી કાઢી મૂકે જ બતાવે છે. કોરોના મહામારીમાં કોઈ કામ થયું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.