દાહોદ સુખસરનાં સાગડાપાડા ગામે ૨૨ વષીઁય યુવકની પ્રેમપ્રકરણમાં હત્યાર થતાં ચકચાર મચી જવા પામી છે.
સાગડાપાડા ગામે પુલ પાસે યુવતીનાં પિતા અને ભાઈએ યુવકને માર માર્યો હતો. માથા અને શરીરનાં ભાગે ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. લાકડીથી માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
યુવતીનાં પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધવવામાં આવી છે. યુવતીએ મળવા બોલાવતાં ફ્રેન્ડનાં ધરે જઉં છું કહીને મોટર સાયકલ લઈને ધરેથી સાગડાપાડા ગયો હતો. સાગડાપાડા જઈ સંજય તેનાં ફોઈનાં છોકરા સાથે યુવતીનાં ધર પાસે ગયાં હતાં.
ત્યારે ત્યાં અગાઉથી જ યુવતીના પિતા અને તેના ભાઈ લાકડી લઈને ઉભા હતા. યુવતીના પિતાએ દીકરીના પ્રેમીને માથામાં લાકડી મારતાં ત્રણેય બાઇક પરથી પડી ગયા હતા. આ પછી પિતા-પુત્રે દીકરીના પ્રેમીને ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતાં પિતા-પુત્રે તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
બીજી તરફ સંજયના ફોઇના દીકરાએ પરિવારના સભ્યોને જાણ કરતાં તમામ ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નીપજતાં ફતેપુરા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.