ઈન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર વીડિયો (VIDEO) બનાવીને મૂકતા હોય તેવા યુવકો અને તેના માતા-પિતા (MOTHER -FATHER) માટે ચેતવણીરૂપ ઘટના રાણીપમાં બની છે. શહેરના રાણીપ (RANIP) વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના સગીરે રેલવે ટ્રેક (RAILWAY TRACK) પર ઊભેલી ગુડઝ ટ્રેનના (GOODS TRAIN) વેગન પર ચઢીને ઈન્સ્ટાગ્રામની પોસ્ટ માટેની રિલ્સ બનાવવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
સબીર સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે ગુડઝ ટ્રેન પર ચડીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગતાં નીચે પટકાયો અને ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. રાણીપમાં ઘનશ્યામ વાડી પાસે આવેલી પદ્માવતી સોસાયટી વિભાગ-૨માં પ્રેમ કુમાર પંચાલ નામનો સગીર પરિવાર સાથે રહેતો હતો. પ્રેમ ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો.
પ્રેમ ઈન્સ્ટાગ્રામ પોતાનું એકાઉન્ટ ધરાવતો હતો. પ્રેમને રિલ્સ બનાવવાનો શોખ હોવાથી અલગ અલગ જગ્યાએ રિલ્સ બનાવતો હતો. મૃતક પ્રેમ પંચાલ અગાઉ પણ અનેક વિડીયો બનાવ્યા છે. બે દિવસ પહેલાં જ તેણે જગતપુર કે રાણી આસપાસમાં રેલવે ટ્રેક પર પણ વિડીયો બનાવ્યો હતો.
રેલવે ટ્રેક પર ચાલતો વીડિયો બનાવી તેને અપલોડ કર્યો હતો.આમ કંઈક નવું કરવાના ચક્કરમાં જ તેની સાથે દુર્ઘટના સર્જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.