વડોદરાની એક શાળામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ એક વિધર્મી યુવક નામ બદલીને શાળામાં કોરિયોગ્રાફર તરીકે જોડાયો હતો અને જે બાદ તે શાળાની વિદ્યાર્થિનીઓને મેસેજ કરી હેરાન કરતો હતો. જોકે આ મામલો બજરંગ દળ સુધી પહોંચ્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી અને જે બાદમાં બજરંગદળ નો વિધર્મી યુવક પાસે માંફી મંગાવતો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ફરી એકવાર વિધર્મી યુવકે પોતાની ઓળખ છુપાવી હિન્દુ બાળકીઓને હેરાન કરી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં એક વિધર્મી યુવક પોતાની ઓળખ છુપાવી કોરિયોગ્રાફર તરીકે શાળામાં જોડાયો હતો અને જે બાદમાં શાળામાં વિદ્યાર્થિનીઓને હેરાન કરતા વિધર્મી યુવકનો ભાંડો ફૂટ્યો હતો. જોકે વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે બજરંગ દળે સમગ્ર મામલો હાથમાં લીધો હતો.
વિધર્મી યુવક પોતાની ઓળખ છુપાવી શિવના નામથી એક શાળામાં કોરિયોગ્રાફર તરીકે જોડાયો હતો. જોકે હાલમાં મળતી વિગતો મુજબ કોરીયોગ્રાફરનું નામ શિવ નહિં પરંતુ શેરૂ પઠાણ હોવાનું સામે આવ્યું છે અને આ સાથે વિધર્મી કોરીયોગ્રાફરે શાળાની વિદ્યાર્થિનીઓને બીભત્સ મેસેજ કર્યા હતા. આ યુવકે 8થી 9 હિન્દુ વિદ્યાર્થિનીઓને બીભત્સ મેસેજ કરતા મામલો ગરમાયો હતો.
ઘટનાની વિગતો મુજબ આ વિધર્મી યુવક ધોરણ 7 અને 8માં અભ્યાસ વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરતો હતો. જોકે બાદમાં વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે બજરંગ દળે સમગ્ર મામલો હાથમાં લીધો હતો અને આ તરફ હવે બજરંગદળ નો વિધર્મી યુવક પાસે માંફી મંગાવતો વીડિયો પણ વાયરલ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.