અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં યુવકે બાઈક પસાર કરવા પ્રયત્ન કર્યો, પરંતુ મળ્યું..

અમદાવાદ શહેરનાં સરખેજ વિસ્તારમાં આવેલાં અંડરપાસમાં ભરાયેલાં પાણીમાં ડૂબી જતાં એક યુવકનું મોત નીપજ્યું છે. અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં બાઈક લઈને પસાર થવા જતાં યુવક પાણીમાં ડૂબી ગયો હતો.

ફાયર વિભગાની ટીમ 15 મિનિટમાં પહોંચી અને યુવકનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. યુવકનું રેસ્ક્યુ કર્યુ ત્યારે બેભાન હતો. રેલવે ફાટક આગળ રહેતાં દલિત યુવક કાંતિભાઇનું મોત થયું છે.

https://www.youtube.com/watch?v=d5cyIgay-h0

જોકે, યુવક હોસ્પિટલના દરવાજે પહોંચતા તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. અંદાજે 15 થી 17 મીનિટ જેટલ સમય અંડરપાસમાં રહ્યા બાદ તેનું રેસ્ક્યુ કરાયું હતું. નોકરી પર જઈ રહ્યા હતા રાહદારી ત્યારે ઘટના બની હતી. યુવકે અન્ડરપાસમાં પાણી હોવા છતાં વાહન લઈને પ્રવેશ કર્યો હતો. વાહનમાં પાણી ભરાતા વાહન બંધ થયું હતું. વાહન પાછળ લઈ જતા સંતુલન ગુમાવ્યું અને યુવક પાણીમાં પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.