ભરૂચ જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,પોલીસ વિભાગ એક ચોરી ની ઘટનાનો ભેદ ઉકેલે એટલે માં તો બીજી ઘટના પ્રકાશ માં આવતી હોય તેવી સ્થિતિ નું સર્જન છેલ્લા કેટલાક સમય થી બની રહી છે,તેવામાં વધુ એક ચોરીની ઘટના જીઆઇડીસી વિસ્તાર માંથી સામે આવી છે,
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તાર માં આવેલ નાલંદા સ્કૂલ પાસે પાર્ક કરવામાં આવેલ એક ઇકો કાર ની ગણતરીની સેકન્ડો માં કોઈ અજાણ્યો તસ્કર કાર નો લોક ખોલી તેને લઇ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે,જેમાં કાર ચોરી લઈ જતો ઈસમ ની બિન્દાસ કરતૂતો નજીક માં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી,
હાલ સમગ્ર ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થતા જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યાં ચોર ઈસમ ને પકડવાની તજવીજ હાથ ધરી છે,મહત્વની બાબત છે કે પોલીસ વિભાગ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારી અજાણ્યા ઇસમોને રોકી તેઓની કડકાઇ થી પૂછપરછ અથવા શંકાસ્પદ ઇસમોની ગતિવિધિઓ ઉપર વોચ રાખવાની વર્તમાન સમય માં બની રહેલ ચોરીઓની ઘટનાઓ બાદ ટાતી જરુર જણાઈ રહી છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.