હાલમાં ભલે આખા ભારતમાં નાગરિકતા એક્ટનો વિરોધ ચાલી રહ્યો હોય. ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે મોરબીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીમાં 950 શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. 950 શરણાર્થીઓ સાંસદ મોહન કુંડારિયાના હસ્તે નાગરિકતા ધારણ કરશે.
નાની વાવડી ગામમાં નાગરિકતા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે અને નાગરિકતા કાયદાના ફાયદા અંગે પણ દરેક લોકોને સમજણ અપાશે. ગુજરાતના આ કાર્યક્રમની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે અને દેશ લેવલે પડઘા પડ્યા. મોરબીમાં નવા કાયદા મુજબ જિલ્લાના 950 જેટલા લોકોને નાગરિકતા મળશે.
સાંસદ મોહન કુંડારિયાના હસ્તે નાની વાવડી ગામે સદસ્યતા આપવામાં આવશે. લગભગ 100 જેટલા નાગરિકોને કાર્યક્રમ સ્થળે બોલાવાયા હતા. તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપવામાં છે. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકતા કાયદાના ફાયદા પણ આ નાગરિકોને સમજાવવામાં આવશે અને એક મહત્વનું કામ હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.